રોહિત શર્માનો મોટો નિર્ણય,આ સ્ટાર બેસ્ટમેનને કર્યા બહાર
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. કાલે 10 જાન્યુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ શરુ થઈ રહી છે. આજે એક પ્રેસ કોન્ફેરન્સમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ વાતની પુષ્ટિ કરી હતી કે ઈશાન કિશન પ્રથમ વનડેનાં બહાર રહેશે. તેના સ્થાને ઓપનર શુભમન ગિલ રમશે.રોહિત શર્માએ જણાવ્યુ હતુ કે, ઈશાન કિશનને બહાર રાખવોએ દુભાગ્યપૂર્ણ છે પણ તેઓ શà«
Advertisement
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. કાલે 10 જાન્યુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝ શરુ થઈ રહી છે. આજે એક પ્રેસ કોન્ફેરન્સમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ આ વાતની પુષ્ટિ કરી હતી કે ઈશાન કિશન પ્રથમ વનડેનાં બહાર રહેશે. તેના સ્થાને ઓપનર શુભમન ગિલ રમશે.રોહિત શર્માએ જણાવ્યુ હતુ કે, ઈશાન કિશનને બહાર રાખવોએ દુભાગ્યપૂર્ણ છે પણ તેઓ શુભમન ગિલને પૂરે પૂરી તક આપવા માંગે છે. જણાવી દઈએ કે ઈશાન કિશને થોડા સમય પહેલા જ વન ડે મેચમાં બેવડી સદી મારી હતી. બાંગ્લાદેશ સામેની ચટોગ્રામ વનડે મેચમાં ઈશાને 210 રનની તોફાની પારી રમી હતી. તેણે તે સમયે 10 છગ્ગા અને 24 ચોક્કા માર્યા હતા. તે સૌથી ઝડપી બેવડી સદી મારનાર ખેલાડી બન્યો હતો.
જસપ્રિત બુમરાહ કેમ થયો બહાર ?
રોહિત શર્માએ જણાવ્યું હતુ, કે જસપ્રિત બુમરાહ એનસીએમાં બોલિંગ દરમિયાન જકડાઈ અનુભવી રહ્યો હતો. તેથી તેને સાવચેતીના ભાગરુપે આરામ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 3 જાન્યુઆરીના દિવસે તેને વનડે માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 6 દિવસ બાદ તેણે ટીમમાંથી બહાર રહેવાની જાહેરાત કરી હતી.
હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન
હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયામાં વનડે ફોર્મેટ માટે વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આમ તે શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં રોહિત શર્માના ડેપ્યુટી તરીકે સાથ આપતો જોવા મળશે. હાર્દિકને શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જે સિરીઝ તેની આગેવાનીમાં ભારતે 2-1થી જીતી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement